સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ખટોદરામાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ખટોદરામાં આગ
ખટોદરાના રેવા નગરમાં ઈન્ડસ્ટ્રીયલ પાછળ આગ લાગતા ભાગદોડ
યાર્નના ગોડાઉનમાં આગ લાગી હતી.

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ખટોદરાના રેવા નગરમાં ઈન્ડસ્ટ્રીયલ પાછળ આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ખાટોદરા વિસ્તારમાં આવેલા રેવા નગરમાં આગનો કોલ મળતા ચાર જેટલી ફાયરની ગાડી દોડતી થઈ ગઈ હતી. રેવાનગરના ઈન્ડસ્ટ્રીયલના પાછળના ભાગમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો જેમાં ખાડી કિનારે આવેલા પાછળના ભાગે કચરાના અંદર આગ લાગી હોવાનુ સામે આવ્યુ હતું. તો સ્થાનિકો દ્વારા કચરાના પર પાણીનો માળો ચલાવીને આગને સંપૂર્ણ રીતે કાબુમાં લઈ લેવામાં આવી હતી. પરંતુ આ ઘટનામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફાયર વિભાગને ખોટો કોલ આપ્યા હોવાનું સામે આવ્યું હતુ કે યાર્નના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરે ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કરતા ખાડી કિનારે આવેલા પછાળના ભાગે કચરાના અંદર આગ લાગ્યા હોવાનો સામે આવ્યું હતું. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *