ઇસરી પોલીસને સફળતા મળી

Featured Video Play Icon
Spread the love

ઇસરી પોલીસને સફળતા મળી
એનડીપીએસ ગુન્હાના આરોપીને દબોચ્યો
પોલીસે જીગ્નેશ જીગો વિનોદભાઇ સુવેરાની ધરપકડ કરી

ઇસરી પોલીસે ચીલોડા પોલીસ સ્ટેશનના એનડીપીએસગુન્હાના આરોપીને દબોચ્યો.

અરવલ્લી જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ સક્રિય હોવાનો અમદાવાદ પોલીસ પર્દાફાશ કર્યા બાદ,એક પછી એક આરોપીઓના નામ ખુલતા જાય છે એવાજ એક આરોપીને ઝડપી લેવા ઇસરી પોલીસને સફળતા મળી છે.6 માસ પૂર્વે ગાંધીનગર જીલ્લાના ચીલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની ઇસરી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મેઘરજના ઝેરીયાવાડા ગામનો જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઇ સવેરા ગાંધીનગર જીલ્લાના ચીલોડા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ કલમ-૮(સી),૨૦(બી)(II)(બી), 29 મુજબના ગુન્હાના કામે છેલ્લા છ એક મહિનાથી નાસતો ફરતો રહી પોલીસ પકડમાં આવેલ ન હોય અને આરોપીની ચીલોડા પોલીસ સ્ટેશન ખાતે અટક કરવાનો બાકી હોય અને તે ઝેરીયાવાડા ગામે તેના ઘરેથી ચાલતો ચાલતો રેલ્લાવાડા ખાતે આવનાર છે તેવી મળેલ બાતમી હકીકત આધારે આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઇ સુવેરાને ઝેરીયાવાડા ગામની સીમમાંરોડ ઉપરથી પકડી પાડવામાં સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *