સુરતમાં સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાઠોડ ને પીએમઓ માંથી આમંત્રણ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાઠોડ ને પીએમઓ માંથી આમંત્રણ
દિલ્હી બોલાવતા ખુશ ખુશાલ સિક્યુરિટી ગાર્ડએ શું કહ્યું સાંભળો

સુરતમાં સિક્યુરિટી ગાર્ડનુ કામ કરતા જીતેન્દ્રસિંહ રાઠોડને પીએમઓ દ્વારા દિલ્હી બોલાવાતા તેઓ ખુશખુશાલ થઈ ગયા હતાં.

સુરતમાં સિક્યુરિટી ગાર્ડનું કામ કરતા જીતેન્દ્રસિંહ રાઠોડ બે લાખથી વધુ શહીદ જવાનોના ફોટા અને પરિવાર સાથેની કરી છે માહિતી એકત્ર કરી હોય જીતેન્દ્રસિંહ રાઠોડની દેશભક્તિને પ્રધાનમંત્રીએ ચાર મહિના પહેલા મન કી બાતમાં બિરદાવી હતી. જીતેન્દ્રસિંહ રાઠોડને 10 દિવસ પહેલા પીએમઓમાંથી ફોન કરી 26 જાન્યુઆરીએ દિલ્હી બોલાવ્યા હતાં. ગુમનામ દેશભક્તને પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવતા તેઓ ખુશ થઈ ગયા હતાં. જીતેન્દ્રસિંહે કહ્યુ હતુ કે તેઓ દસ દિવસ પહેલા કોઈ લગ્ન પ્રસંગમાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા ત્યારે પીએમઓમાંથી ફોન આવ્યો હતો. જીતેન્દ્રસિંહ પાસે દિલ્હી જવાના રૂપિયા પણ ન હતાં. અને દસ દિવસ પહેલા ફોન આવ્યો ત્યારે તેમના ખાતામાં 102 રૂપિયા જ હતા જો કે પીએમઓમાંથી જીતેન્દ્રની પરિવાર સાથેની ફ્લાઈટની ટિકિટ કરાવી દિલ્હી બોલાવ્યા હતાં. સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ પહેલી વખત પોતાની પત્ની સાથે વિમાનમાં મુસાફરી કરશે. શહીદોની દેશભક્તિના આશીર્વાદ મળ્યા હશે એટલે ફ્લાઈટમાં દિલ્હી જવા મળ્યું તેમ કહ્યુ હતું. તો જીતેન્દ્રસિંહએ સિક્યુરિટીની ડ્યુટી સાથે પહેલા વિશ્વયુદ્ધ થી લઈને કારગિલ યુદ્ધ અને 2026 સુધી શહીદ થયેલા બે લાખથી વધુ શહીદોના જવાનોની માહિતી એકત્રિત કરી છે. બે લાખથી વધુ શહીદ પરિવારોને પોસ્ટ કાર્ડ લખી સંવેદના પાઠવી છેય અત્યાર સુધીની કરેલી મહેનતને જીતેન્દ્રસિંહની શહીદ સ્મારક હોલ બનાવવાની ઈચ્છા છે. તેનાથી આવનારા ભારતને સાચી રાષ્ટ્ર ભક્તિની પ્રેરણાના આપવી છે. 26મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રીને મળીને પોતાની ઈચ્છા અને શહીદ સ્મારક હોલ બનાવવાના સપનાની રજૂઆત કરીશ તેમ જીતેન્દ્રસિંહએ કહ્યુ હતું. શહીદ સ્મારક હોલ બનાવી તમામ શહીદોને અમર કરાવીશ અને શહીદ હોલ બનવાનું કાર્ય દેશનું ગૌરવ વધારવાની વાત છે. નવા ભારતમાં નવા સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને પેદા કરાવીશ અને દેશભક્તિ લાવીશ એમ કહી જીતેન્દ્રસિંહએ કહ્યુ હતુ કે મારું આખું આગળ નું જીવન દેશ માટે સમર્પિત કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *