સુરતમાં ચોરી સહિતના વધી રહેલા બનાવો
પુણા વિસ્તારમાં સિગારેટ અને પાન મસાલાનો થેલો ચોરાયો
પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા
સુરતમાં ચોરી સહિતના વધી રહેલા બનાવો વચ્ચે પુણા વિસ્તારમાં સિગારેટ અને પાન મસાલાનો થેલો ચોરાયો હોવાની ઘટના સામે આવી છે.
સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે પુણા વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. પુણા વિસ્તારમાં અંબિકા ઇન્ડ્રસ્ટ્રીયલમાં આવેલી દુકાનને નિશાન બનાવી બનાવી હતી. અને ચોર દુકાનમાંથી સિગારેટ અને પાન મસાલાનો થેલો ચોરી કરી ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો સાથે દુકાનના ગલ્લામાં રાખેલી રોકડ રકમની પણ ચોરી કરી હોય બનાવને લઈ પુણા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
