સુરતમાં હત્યા સહિતની વધી રહેલી ઘટનાઓ
નવા વર્ષના પહેલા જ દિવસે યુવાનની ચપ્પુ મારી હત્યા
સચિન પોલીસ દોડતી થઈ ગઈ
સુરતમાં હત્યા સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે નવા વર્ષના પહેલા જ દિવસે સચીન વિસ્તારમાં યુવાનની ચપ્પુ મારી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતમાં નવા વર્ષની શરૂઆત હત્યાથી થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં યુવક પર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ થઈ હતી. સુરજ નામના યુવાન પર અજાણ્યા હુમલાખોર હત્યારાઓ દ્વારા ચપ્પુના આડેધડ ઘા મારી તેની હત્યા કરી ભાગી છુટ્યા હતાં. તો બનાવની જાણ થતા જ સચીન પોલીસનો કાફલો સ્થળે દોડી ગય હતો અને પોલીસે મૃતક સુરજની લાશનો કબ્જો લઈ ગુનો નોંધી તેની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.
