સુરતમાં લુંટ સહિતના બનાવોમાં વધારો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લુંટ સહિતના બનાવોમાં વધારો
પાડેસરામાં કમલા ચોક પાસે લુંટારૂઓ દ્વારા ચપ્પુ બતાવી લુંટ
રાત્રે કામ પરથી આવતાં લોકોમાં ભયનો માહોલ

સુરતમાં લુંટ સહિતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાડેસરામાં કમલા ચોક પાસે લુંટારૂઓ દ્વારા નોકરીથી ઘરે જતા યુવાનને નિશાન બનાવી ચપ્પુ બતાવી લુંટી લેવાયો હોવાની ઘટનાબનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતના પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં કમલા ચોક હનુમાન મંદિર પાસે સાંજે અંદાજે 7 થી 8 વાગ્યાની નોકરી પરથી ઘરે પરત જતા યુવકને લુંટારૂઓએ નિશાન બનાવ્યો હતો. અજાણ્યા લૂંટારૂઓએ ચપ્પુ બતાવી યુવાનને ધમકાવી તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની લૂંટી કરી હતી. તો લૂંટ દરમિયાન યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. તો ઈજાગ્રસ્ત યુવાનના પરિવારના જણાવ્યા મુજબ લૂંટારૂઓએ અંધારાનો લાભ લઈને ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. પરિવારે પોલીસ પાસે આરોપીઓને ઝડપીને મોબાઈલ અને પૈસા પરત અપાવાની માંગ કરી હતી. તો પાંડેસરા વિસ્તારમાં રાત્રે કામ પરથી આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અને સ્થાનિકોએ પોલીસ પાસે વિસ્તારમાં પેટ્રોલિંગ અને સુરક્ષા વધારવાની માંગ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *