સુરતમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારોને અગવડતા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારોને અગવડતા
જટીલ પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ
કોંગ્રેસ દ્વારા કલેકટર અને મુખ્ય ચુંટણી કમિશનરને આવેદન અપાયુ

સુરતમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારો પડતી અગવડતા દુર કરવા તેમજ જટીલ પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા કલેકટર અને મુખ્ય ચુંટણી કમિશનરને આવેદન અપાયુ હતું.

સુરત કોંગ્રેસ દ્વારા કલેકટર અને મુખ્ય ચુંટણી કમિશનરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતું કે સુરત શહેરમાં એસ.આઈ.આર. પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વિવિધ વિધાનસભા મુજબ મતદારોને ચકાસણી કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યું છે. જેમાં તમામ વિધાનસભામાં ચુંટણી અધિકારી દ્વારા બીએલઓ તેમજ તમામ કર્મચારીઓ આ કાર્યક્રમમાં મને-કમને યોગદાન આપી રહ્યાં છે. આ પ્રક્રિયામા ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે મતદારોમાં ગેરસમજ ઉભી થઈ રહી છે. જેમાં કેટલાંક મતદારો એક જ ઘર-સોસાયટીમાં રહે છે. તેમના મતદાન કેન્દ્ર જુદા-જુદા છે. તેમજ કેટલાક મતદારોનો તો વિસ્તાર જ અલગ છે, જેથી ખુબ જ અગવડતાને કારણે તેઓ એસ.આઈ.આર. પક્રિયામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે., 2002 પહેલાં નોંધાયેલ કેટલાથે મતદારોના ફોર્મ આવેલ નથી. તેમણે શું કરવું જોઈએ તેનો યોગ્ય ખુલાસો થયેલ નથી. જેને કારણે નાગરિકોમાં ભય સાથે મતાધિકાર છીનવાઈ જવાની બીક પ્રસરેલી જોવા મળે છે., 2007 પછી જેઓના લગ્ન થયેલા છે કે રહેઠાણ બદલેલ છે તેવા મતદારોના ફોર્મ પણ જૂના સ્થળે અને નવા સ્થળ સુધી પહોંચેલ નથી. તેની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે., 2002 અને ત્યારઆદથી થયેલ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નામ અને અટક તેમજ સ્થળ બાબતમાં જોડણીની ભૂલે અનેક મતદારોને ગોઠા ખવડાવી દીધા છે. જેને કારણે ભારે અસમંજસતા ઉભી થઈ છે તેને દૂર કરવાની જોઈએ.,

સત્તાધારી પક્ષના ધારાસભ્યોની કચેરીમાંથી વગર પુરાવા તેમજ ઢગલાબંધ ફોર્મ બીએલઓને આપવામાં આવી રહ્યાં છે, જે અન્યાયી તેમજ એકપક્ષીય પ્રવૃત્તિ છે. જેને તાત્કાલિક બંધ કરવાની તેમજ તેમની કચેરીએથી જેટલાં ફોર્મ આવ્યા હોય તે તમામને રદ્દ કરવાની જરૂર છે., પરપ્રાંતિય મતદારોના નામ અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા છે. અને કેટલાંકના ગુજરાતમાં પણ નામ નોંધાયેલા છે તેવા મતદારોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણ હોય તેવી આશંકા છે. તેવા મતદારોની સંમતિથી એક નામ કમી કરવાની જરૂર છે., મતદારોના ઘર સુધી નહિ પહોંચનાર બીએલઓની તપાસ થવી જોઈએ. જે ઘરમાં સિનિયર, મહિલા. વિકલાંગ કે નોકરીયાત વર્ગના ઘરે ફોર્મ પહોંચેલ નથી. તેવી ફરિયાદો દૂર કરવા તેમજ જેમના ઘરે ફોર્મ ન આવ્યા હોય તેમણે એસ.આઈ.આર.ની પ્રક્રિયામાં કઈ રીતે ભાગ લેવો તેનો યોગ્ય ખુબાસો જનતા સુધી પહોંચ્યા નથી. આ બાબતે સામાન્ય જનતા સુધી ચૂંટણી પંચની વાતો પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જરૂર છે.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *