નવસારી શહેરમાં અવિરત વરસાદ

Featured Video Play Icon
Spread the love

નવસારી શહેરમાં અવિરત વરસાદ
પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
અસરગ્રસ્ત પરિવારો માટે મોટી આફત બની ગયું

નવસારી શહેરમાં અવિરત વરસાદ અને પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. શહેરની એક ઊંચી ઇમારત પરથી નજર કરીએ તો ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઉપરથી જોતા આ દૃશ્યો મનમોહક લાગે છે, પરંતુ આ જ પાણી અસરગ્રસ્ત પરિવારો માટે મોટી આફત બની ગયું છે.

પૂર્ણા નદીના પૂરના કારણે નવસારી શહેરનો અંદાજે 25 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જતા જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *