સુરતના રંગોલી ચોકડી પાસે લેબનુ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદઘાટન

Featured Video Play Icon
Spread the love

સુરતના રંગોલી ચોકડી પાસે લેબનુ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદઘાટન
ક્વાડક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઈનોવેશન લેબનુ ઉદઘાટન

સુરતના રંગોલી ચોકડી પાસે ક્વાડક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઈનોવેશન લેબનુ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયુ હતું.

સુરતના રંગોલી ચોકડી ખાતે કવાડક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઈનોવેશન લેબનું સાંસદ પ્રભુ વસાવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ આઈએસએએસએમટી 2026 સમીટ યોજવામાં આવ્યું હતું. તો આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક સંશોધનો અને ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે. આ લેબ સેમિકન્ડક્ટર મટિરિયલ્સ અને નેનો-સોલ્યુશન્સ ક્ષેત્રે કામ કરે છે અને સંશોધકો તથા ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડે છે. આ લેબમાં 2ડી સેમી કંડકટર સહિત અધ્યયતન ટેકનોલોજી પર સંશોધનો કરવામાં આવશે. આ લેબ યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે. સૌથી અગત્યની વાત એ છે કે સિલિકોન કાર્બાઈટ ચિપ્સ જે વિદેશી ટ્રાન્સપોર્ટ કરવી પડે છે તે હવે આ લેબમાં બનશે. યુરોપિયન કન્ટ્રીમાં જે ઉદ્યોગો ચાલે છે તેમાં વિદ્યાર્થીઓના નોલેજને ધ્યાન લેવાય છે હવે આ કોન્સેપ્ટ આ લેબની મદદથી ગુજરાતમાં પણ જોવા મળશે. ભણવાની સાથે વિદ્યાર્થીઓ 2-ડી ઈનોવેશન પર આ લેબમાં રિસર્ચ કરી શકશે અને આ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ઉપયોગી થશે. આ લેબ સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની ક્ષમતા વધારવા માટેનું એક મહત્વનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *