સુરત મહાનગર પાલિકા દ્વારા નિર્માણધિન ગાર્ડન વિવાદમાં

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકા દ્વારા નિર્માણધિન ગાર્ડન વિવાદમાં
3 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ રેલ ગાર્ડનનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તિરાડો
સિમેન્ટના બ્લોક હાથમાં આવી જાય તેવી સ્થિતિ જોવા મળી

સુરત મહાનગર પાલિકા દ્વારા 3 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ રેલ ગાર્ડન ઉદ્ઘાટન થાય તે પહેલા જ તેમાં તિરાડો દેખાતા ગંભીર આક્ષેપો કરાયા હતાં.

સુરત મહાનગર પાલિકા દ્વારા ભેસ્તાન ટીપી 54 ખાતે 3 કરોડના ખર્ચે મસ મોટુ રેલ ગાર્ડન તૈયાર કર્યો છે. જે ગાર્ડનનુ ઉદઘાટન થાય તે પહેલા જ દિવાલો પર તિરાડો જોવા મળતા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. ગાર્ડનની દીવાલો પર તિરાડો સાથે બ્લોગ પણ નિકળવા લાગ્યા છે. અને સિમેન્ટના બ્લોક હાથમાં આવી જાય તેવી સ્થિતિ જોવા મળી હોય જેને લઈ ગાર્ડનના નિર્માણ માટે હલકી કક્ષાનુ મટિરિયલ વાપરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *