સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા
પોલીસે યુપીવાસી સહિત બેને ઝડપી પાડ્યા
પોલીસે 39 હજારથી વધુની મત્તા કબ્જે કરી
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સચીન જીઆઈડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે યુપીવાસી સહિત બેને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ ઘણા સમયથી નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ઘત બાતમીના આધારે સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ રોડ નંબર પાંચ પરથી સી.આર. પાટીલ રોડ લક્ષ્મી વિલા ગેટ નંબર બે પાસે જતા રસ્તા પરથી 10 હજારની કિંમતના ગાંજા સાથે મુળ યુપીનો અને હાલ સચીન કનસાડ ખાતે રહેતા વિકાસ રવિન્દ્ર ભારતીયા તથા બીજો મુળ નવસારીનો અને હાલ સચીન ખાતે રહેતા નિલેશ ભાસ્કર મિસ્ત્રીને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજો સહિતની મત્તા મળી 39 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
