સુરતમાં ઉત્તરાયણ પર્વને લઈ ટુ વ્હીલર ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવાયા
ડીસીપી ઝોન ત્રણ વિસ્તારમાં પોલીસે સેફ્ટી ગાર્ડ લગાવ્યા
સુરતમાં ઉત્તરાયણ પર્વને લઈ ડીસીપી ઝોન ત્રણ વિસ્તારમાં પોલીસ કમિશનરની સુચનાથી ટુ વ્હીલર ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવાયા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ડીસીપી ઝોન 3 રાઘવ જૈન દ્વારા ઝોન વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે લોકોની સલામતીના ભાગરૂપે ટુ-વ્હીલર વાહનમાં સેફ્ટી ગાર્ડ લગાવી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
