ગુજરાતમાં આપએ ચૂંટણી માટે નવો ચીલો ચીતર્યો.

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં આપએ ચૂંટણી માટે નવો ચીલો ચીતર્યો.
પ્રદેશ સંગઠન મહામંત્રી હવે લડશે ચૂંટણી.
મનોજ સોરઠીયા લડશે મહાનગરપાલિકાની ચૂંટણી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઘણા ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને મેદાનમાં ઉતારાશે.

ગુજરાતમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું, સુરતમાં AAP એ 5 વર્ષ સુધી વિપક્ષ તરીકે ખુબ મજબુતીથી કામ કર્યું છે, હવે સુરતમાં ઉમેદવારો જાહેર થતા જ લોકો ખુબ ઉત્સાહમાં છે અને જનતાની માંગ છે કે સુરતમાં પાર્ટીમાંથી કોઈ મોટા નેતાને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે જેને ધ્યાને રાખી પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. અમને પૂરો વિશ્વાસ છે કે સુરતની જનતા આમ આદમી પાર્ટીનો મેયર બનાવવા તૈયાર છે. આમ આદમી પાર્ટી સારા, ભણેલા ગણેલા, હોશિયાર, મહેનતુ, વફાદાર અને પ્રજાના કામો કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે. આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી, કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠીયાને તમે અહીંયા ઉતારો, લડાવો. આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા, હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઉભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠીયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદની લાગણી અનુભવું છું.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં પાયલ સાકરિયા, રચના હિરપરા સહિત મોટાભાગનાને રિપિટ કરવામાં આવ્યા હતા. 202 માં સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઈ હતી. સુરતની 120 બેઠકોમાંથી બાકીની 93 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *