સુરત સર્કિટ હાઉસમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલની અગત્યની બેઠક
કમોસમી વરસાદથી થયેલ પાકના નુકશાનનો થશે સર્વે
હાલમાં પડેલા કમોસમી વરસાદને લઈ સુરત ઓલપાડના ધારાસભ્ય અને પુર્વ મંત્રી મુકેશ પટેલએ ખેડૂતો અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને નુકશાનીનો સર્વે કરવા જણાવ્યુ હતું.
ગુજરાતના પૂર્વમંત્રી મુકેશ પટેલ સર્કિટ હાઉસમાં અધિકારીઓ અને ખેડૂતો સાથે મીટીંગ કરી હતી. કમોસમી વરસાદના કારણે ખેડુતોને નુકશાન થયુ હોય જેને લઈ મુખ્યમંત્રીએ ધારાસભ્યોને તપાસ મુલાકાત કરવા મોકલ્યા હતાં. જેથી મંડળીના ગોડાઉનમાં પાક લેવાનું ચાલુ હતું પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોમાં આવેલ કોળિયો છિનવાઈ ગયો છે. પાકનું સર્વે કરવા માટે બેઠક રાખવામાં આવી હતી. આ વર્ષે સુરત જિલ્લામાં 1 લાખ 4 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. ડાંગરના પાકને ધોધમાર વરસાદના કારણે નુકશાન થયું છે. શેરડીને પણ નુકશાન થયું છે. ત્યારે આ બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. તો સર્વે અધિકારીને બોલાવ્યા હતા અને હવે સર્વે કરવામાં આવશે ત્યારબાદ સરકારને રિપોર્ટ આપવામાં આવશે. ગત વર્ષે 3 કરોડ 4 લાખનું વળતર આપ્યું હતું. તો હાલ 182 ધારાસભ્યોએ સરકાર માં રજૂઆત કરી હોવાનુ જણાવ્યુ હતું.
