જૂતું ફેકનારામાં તાકાત હોય તો ગાંધીનગર જાય ત્યાં વાહા-કાબરા કરી નાખે

Featured Video Play Icon
Spread the love

જૂતું ફેકનારામાં તાકાત હોય તો ગાંધીનગર જાય ત્યાં વાહા-કાબરા કરી નાખે
રાજકોટમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપ ઉપર પ્રહાર કર્યા
ગુજરાતમાં સરકાર નહીં સર્કસ ચાલે છે

રાજકોટના કોઠારીયામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં ગોપાલ ઈટાલિયાએ ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ ચાલી રહ્યું છે. વિપક્ષ પર જૂતું ફેંકવાની ઘટનાને વખોડતા તેમણે કહ્યું કે, જૂતું ફેકનારા કાયર છે, જો તેમનામાં ખરેખર તાકાત હોય તો ગાંધીનગર જાય, એ લોકોને ખબર છે ત્યાં ‘વાહા-કાબરા’ કરી નાખે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના ગામેગામ આમ આદમી પાર્ટી પોતાનું નેટવર્ક મજબૂત બનાવવા કમર કસી રહી છે. ગોપાલ ઈટાલિયાના ધારાસભ્ય બન્યા બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો પ્રવાસ કરી પરિવર્તન સભાને સંબોધન કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે 17 જાન્યુઆરી શનિવારના રોજ રાજકોટના કોઠારીયામાં રોલેક્સ રોડ ઉપર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા રાત્રે કડકડતી ઠંડીમાં યોજાઈ હતી. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પોતાના વક્તવ્ય દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, તમે સરકારને મત અને ટેક્સ બંને આપો છો પરંતુ સરકાર તમને શું આપે છે ? લાઈટ, પાણી, શિક્ષણ, આરોગ્ય અને સારા રસ્તા એ જ લોકોની સામાન્ય આશા હોય છે તે આશા પણ સરકાર પૂરી કરી શકતી નથી. સમાજમાંથી કાઢી મુકેલાઓ ભાજપમાં મોટા નેતા બને છે અત્યારે લાઈટ, પાણી ગટર અને રસ્તા એ સમસ્યા નથી પરંતુ મહત્વની સમસ્યા એ છે કે સરકારમાં હાલ કોઈ સારો નેતા નથી

આમ આદમી પાર્ટીની સભામાં દિવસે દિવસે ઉતરોતર જનમેદનીની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં સૌ પ્રથમ રાજકોટના સંતકબીર રોડ પર સભા કરતા મવડી વિસ્તારમાં બાપાસીતારામ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓના ભાષણ સાંભળ્યા હતાં. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, બ્રિજરાજ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સરકાર પર આકરા પ્રહારો કરી આવનાર ચૂંટણીમાં ભાજપને મત ન આપી ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *