સુરતની સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા

Featured Video Play Icon
Spread the love

સુરતની સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા
સ્વચ્છતા અને દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી
મંત્રીએ ખુદ સફાઈ કરીને હોસ્પિટલોમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરતની સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લઈને સ્વચ્છતા અને દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. અને નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંત્રીએ ખુદ સફાઈ કરીને હોસ્પિટલોમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓ સાથે મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં સાફ-સફાઈની વ્યવસ્થા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓની સમીક્ષા કરવામાં આવી હતી. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રીએ પોતાના હાથે સફાઈના સાધન વડે સફાઈ કરી અને હોસ્પિટલના સફાઈકર્મીઓનું સન્માન પણ કર્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે આજથી રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તો દર્દીઓ ઝડપથી સ્વસ્થ થશે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાતું પણ અટકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *