સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું
77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી
અખાદ્ય સામગ્રીનુ વેચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરભરમાં ખાદ્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે તપાસ દરમિયાન અનેક આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતાં 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવતા અખાદ્ય સામગ્રીનુ વેચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફોસ્કોરિશ એપ્લિકેશન મારફતે શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી સંસ્થાઓનું ફેર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતાં તેમાંથી 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે 80 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ દૂધ અને દૂધની બનાવટોના 43, ઘી અને ખાદ્યતેલના 13, મરી-મસાલાના 29 તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 344 સેમ્પલ એકત્ર કર્યા હતા. ઉપરાંત શહેરભરમાં કુલ 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. શહેરની 15 દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી પણ દૂધના સેમ્પલ લઈ પાલિકાની પબ્લિક હેલ્થ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *