તાપી સાયબર પોલીસની ટીમને મોટી સફળતા

Featured Video Play Icon
Spread the love

તાપી સાયબર પોલીસની ટીમને મોટી સફળતા
લાખો રૂપિયા વસુલનાર આંતરરાજ્યઠગ સાયબર પોલીસના જાળમાં ફસાયો
બૉલીવુડ ફિલ્મમાં રોલ આપવાનો નાટક કરીને 11 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો!

તાપી જિલ્લાના સાયબર ક્રાઈમ વિભાગે મોટી સફળતા હાંસલ કરી છે. રજનીકાંતની મુવી થલાઈવર ૧૭૧ અને બોલીવુડની લેટેસ્ટ ફિલ્મોમાં રોલ આપવાની લાલચ આપી, જુઠા કોન્ટ્રાક્ટ અને સ્ટેમ્પડ ડોક્યુમેન્ટ્સના આધારે લોકો પાસેથી લાખો રૂપિયા વસુલનાર આંતરરાજ્યઠગ સાયબર પોલીસના જાળમાં ફસાયો છે.

તાપી જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસે એક વધુ મોટી ઠગાઈનો ભાંડો ફોડ્યો છે. બૉલીવુડ ફિલ્મોમાં રોલ અપાવાની લાલચ આપીને છોકરીઓને નિશાન બનાવતો અને જુઠા કોન્ટ્રાક્ટ, કોર્ટના સ્ટેમ્પ પેપર, એર ટિકિટ્સ તેમજ વોટ્સએપ વિડીયો/ઓડિયો કોલ મારફતે વિશ્વાસ જીતતો ઠગ ઝડપાયો છે. આ ઘટના અંતર્ગત તાપી જિલ્લાના એક દિકરીને રજનીકાંતની આગામી ફિલ્મ THALAIVAR 171માં ચાઈલ્ડ એક્ટર તરીકે કાસ્ટ કરવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ ફિલ્મમાં કાસ્ટિંગ માટે જુઠાં કોન્ટ્રાક્ટ મોકલવામાં આવ્યા અને ખોટી બૂકિંગ તથા અન્ય ખર્ચાના બહાને કુલ ₹11 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ “સુરેશકુમાર કાસ્ટિંગ”ના નામે ચલાવવામાં આવી રહ્યું હતું. આરોપી વોટ્સએપ કૉલ, ઓડિયો-વિડીયો વાતચીત અને ક્યુઆર કોડના માધ્યમથી એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. તાપી પોલીસે તકેદારીથી તપાસ હાથ ધરી અને ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ફ્રોડ કરનાર આરોપી હર્ષદ આનંદ સપકાલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપી વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ 10 જેટલા ગુના નોંધાયેલ છે અને તે બહુચર્ચિત વોન્ટેડ ઠગ હતો.આ અગે DYSP દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે અને આગલી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *