જૂનાગઢમાં સાવજ ડેરી ઉપર ગોપાલ ઈટાલિયાના આરોપ

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢમાં સાવજ ડેરી ઉપર ગોપાલ ઈટાલિયાના આરોપ
સાવજ ડેરીના દૂધમાં કેમિકલ ભેળવાતું હોવાનો ઈટાલિયાનો આરોપ
ગોપાલ ઈટાલિયાના આરોપોને ડેરીના ચેરમેને ફગાવ્યા

વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વંથલી ખાતે યોજાયેલી સભામાં સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે આ કેમિકલવાળું દૂધ ભાજપના માણસો ભરે છે એવા આક્ષેપ કર્યા હતા. એના જવાબમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો હતો.

વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વંથલી ખાતે યોજાયેલી સભામાં સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે આ કેમિકલવાળું દૂધ ભાજપના માણસો ભરે છે એવા આક્ષેપ કર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે જિલ્લાની સાવજ ડેરીમાં ભાજપના મળતિયાઓ નકલી મંડળી બનાવી, નકલી મતદાન કરાવી ચૂંટણી જીતે છે. ત્યાર બાદ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે અને એ કરોડો લોકોનાં જીવન સાથે ખીલવાડ કરે છે, પણ તોય આપણો આત્મા જાગ્રત નથી થતો, કેમ કે આપણે હજુ પણ હિન્દુ-મુસ્લિમ, પાકિસ્તાન જેવી વાતોમાં ફસાયેલા છીએ. આપણને આપણા જ જીવનની ચિંતા નથી. આ કેમિકલવાળું દૂધ કિરીટ પટેલ અને તેના માણસો આપણને પીવડાવે છે, મરી જઈશું આપણે. એના જવાબમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો હતો. દિનેશ ખટારિયાએ કહ્યું હતું કે અહીં આવીને ચેક કરી જુઓ તેમજ કહ્યું કે અમે કાયદાકીય અભ્યાસ કરી માનહાનિનો દાવો પણ કરીશું.

સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે ગોપાલ ઈટાલિયાને દરેક જગ્યાએ આક્ષેપ કરવાની ટેવ છે. જૂનાગઢ સાવજ દૂધ સંઘ જૂનાગઢના હજારો ખેડૂતોની જીવા દોરી છે. 550થી વધુ મંડળીઓ દૂધ ભરે છે, જેમાં મોટા ભાગના લોકો ભાજપ સાથે જોડાયેલા છે. ગોપાલ ઈટાલિયાને કહેવા માગું છું કે સાવજ ડેરી હજારો ખેડૂતોની જીવાદોરી સમાન ડેરી છે. લોકોને ખાસ જણાવવાનું કે ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાઈને ડેરી તરફ આવે છે. અમે જ્યાં દૂધનું વેચાણ કરીએ છીએ એ દૂધનું વેચાણ માત્ર જૂનાગઢ જિલ્લા માટે જ નહીં, ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતભરમાં અવ્વલ નંબરની બ્રાન્ડ અને વિશ્વની અંદર 8મા ક્રમે અને સ્ટોરની બ્રાન્ડ તરીકે વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે એવી અમૂલ બ્રાન્ડમાં વેચાણ કરીએ છીએ.

હાલ વંથલી તાલુકાના ટીમસ ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ તાજેતરમાં પંચાયતની ચૂંટણી જીતી આવેલા સભ્યોએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ખેસ ધારણ કર્યો હતો. વિસાવદર વિધાનસભાનાં અનેક ગામોના ભાજપ, કોંગ્રેસ તથા અન્ય પક્ષોના કાર્યકર્તાઓ સહિત જાગ્રત નાગરિકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઈટાલિયાએ તમામને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *