સુરતમાં પુર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધીની જન્મ જ્યંતિ ઉજવણી
વોટ ચોરીનો સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ
મીસ કોલ અભિયાન હાથ ધરાયુ
આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા પુર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધીની જન્મ જ્યંતિની ઉઝવણી સાથે વોટ ચોરી કરાઈ રહી છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. અને મીસ કોલ અભિયાન હાથ ધરાયુ હતું.
આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન રાજીવ ગાંધી ની જન્મ જયંતીના દિવસે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત દ્વારા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા લોકતંત્ર બચાવવા જે સંઘર્ષ શરૂ કરાય છે તે વોટ ચોરી બંધ કરો અભિયાનના સમર્થન માટે વરાછા મીની બજાર માનગઢ ચોક સરદાર પ્રતિમા ખાતે મિસ કોલ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. તો આ અંગે કહ્યુ હતુ કે સ્વ. રાજીવ ગાંધી દ્વારા યુવાનો માટે સૌથી અમૂલ્ય એવો 18 વર્ષની ઉંમરે મતનો અધિકાર આપવામાં આવ્યો છે તેને આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છીનવી લેવામાં આવી રહ્યો છે અને આ લોકતંત્ર ઉપર જે પ્રમાણે વોટ ચોરી કરી અને હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે તેને બચાવવા માટે યુવાનો પણ આ અભિયાનમાં જોડાઈ અને લોકતંત્ર બચાવવા માટેની આ લડાઈને મજબૂત બનાવે તે હેતુથી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત દ્વારા સ્વર્ગીય રાજીવ ગાંધી જીની જન્મ જયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમજ આગામી દિવસોમાં મિસકોલ અભિયાનને સુરત શહેરના દરેક ઘર સુધી લઈ જવામાં આવશે તેમ કહ્યુ હતું.
