માંડવીમાં બસ સ્ટેશન સામે સૌપ્રથમવાર દહીહાંડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં બસ સ્ટેશન સામે સૌપ્રથમવાર દહીહાંડીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં દહીહાંડી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
દહી હાડીના કાર્યક્રમમાં ૧૫ ટીંમો એ ભાગ લીધો હતો
કાર્યક્રમમાં મંત્રી, સાંસદ અને નગર તાલુકાની જનતા હાજર રહ્યાં

માંડવી બસ સ્ટેન્ડ સામે ભક્તિ એકતા અને ઉમંગ ના ત્રિવેણી સંગમ સાથે મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સૌપ્રથમવાર શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દહીહાંડી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમ તારીખ 17 5 2025 ના રોજ સાંજે 4:00 કલાકે યોજાયો હતો જેમાં દીપ પ્રાગટ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા દહીહાંડીના સંયોજક મિહિરભાઈ વસાવા તેમજ સુરત ઇસ્કોન મંદિરના સ્વામી મૂર્તિમંત્રનંદજી, કાર્યક્રમમાં જોડાયા હતા. મંત્રી કુવરજીભાઈ હળપતિ તથા સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શ્રીફળ વધાવી દહીહાંડીના કાર્યક્રમની ખૂબ જ આનંદ ઉલ્લાસ ભેર વાતાવરણ વચ્ચે શરૂઆત કરાય. દહી હાડીના કાર્યક્રમમાં ૧૫ ટીંમો એ ભાગ લીધો હતો જેમાંથી ત્રણ બહેનોની ટીમો તેમજ 12 યુવાનોને ટીમો ભાગ લીધો હતો.જેમાં બહેનોમાં માંડવી વી. કેર કોલેજ ની વિદ્યાર્થીની ની ટીમ પ્રથમ વિજેતા થઈ હતી જેને ઇનામ પેટે ₹7,100 તથા બીજા ક્રમે આવનાર વિભૂતિ ઇલેવન ને ₹5,100 તથા ટ્રોફી એનાયત કરાઈ હતી યુવાનોમાં અમલસાડીની શિવ શક્તિ યુવક મંડળ ટીમ પ્રથમ ક્રમે વિજેતા થતા જેને રૂપિયા રૂ.51,000 તથા બીજા ક્રમના નવયુગ મંડળ નવું ફળીયું માંડવીનેરૂ 21,000 તથા ત્રીજા ક્રમે વરજાખણ ની યુવક મંડળ ની ટીમ ને રૂ 11,000 તથા તમામ ટીમોને સાંસદ પ્રભુભાઈ વસાવા તથા મિહિરભાઈ વસાવા દ્વારા રોકડ ઇનામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે અશોકભાઈ રાઠોડ બલેશ્વર સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ ડો અશોકભાઈ સોલંકી સિનિયર ટીચર સરકુઈ દ્વારા સુંદર સેવા બજાવી હતી. તમામ વિજેતા થનાર ગોવિંદાઓને સંયોજક મિહિરભાઈ તથા સંસદ પ્રભુભાઈ વસાવા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં નગર તથા તાલુકા ની જનતા જોડાઈને આનંદ ઉલ્લાસ ભેર લાહ્વો લીધો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *