રીબડામાં પેટ્રોલપંપ પર મોડી રાત્રે થયું ફાયરિંગ.
અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ.
હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે ફાયરિંગ કરાવ્યોનો વીડિયો.
રાજકોટના રિબડામાં મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી લીધી હોવાનો વિડીયો સામે આવ્યો છે, હાર્દિકસિંહ જાડેજાના માણસોએ ફાયરિંગ કર્યું અને પોલીસ દોડતી થઈ
રાજકોટના રિબડામાં ફરી ફાયરિંગની ઘટના બની છે જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, જયરાજસિંહ જાડેજાએ ફાયરિંગ કરાવ્યોનો અરજીમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બે લોકો ફાયરિંગ કરીને ફરાર થયા છે જેમાં તે લોકોની ઓળખ થઈ નથી, હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી લીધી હોવાનો વિડીયો સામે આવ્યો છે તો પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં શું સત્યતા સામે આવે છે.
મગ્ર ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની વાત સામે આવી છે, ત્યારે અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, પોલીસે અલગ-અલગ વિસ્તારમાં પણ સીસીટીવી તપાસ માટે લીધા છે, ફાયરિંગ પેટ્રોલપંપની ઓફિસ પર કરવામાં આવ્યું છે અને ઓફિસનો કાચ પણ તૂટયો હોવાની વાત સામે આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, ફાયરિંગ કરનાર આરોપી કોણ છે અને કોના કહેવાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું છે, પોલીસની અલગ-અલગ ટીમ આ મામલે તપાસમાં જોતરાઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
