માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય

Featured Video Play Icon
Spread the love

માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય
કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું
જેને ભણતરમાં તકલીફ ન પડી હોય એ બીજાની પીડા ન સમજી શકે : ઈશ્વર પરમાર

બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળના સૌજન્યથી માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2025-26 માટે તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને બાબેન સ્થિત માહ્યાવંશી સમાજ ભવન ખાતે યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત કિશોરભાઈ પરમાર દ્વારા મહેમાનોનું સ્વાગત અને પરિચય આપીને કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનહર ભેંસાણીયાએ સંસ્થાની વિવિધ કામગીરીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. સંસ્થા દ્વારા અંદાજીત 30 જેટલા સ્નાતકથી અનુસ્નાતક મેડિકલ , પેરામેડિકલ અને ઇજનેરી ક્ષેત્રના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયના ચેક વિતરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એક મહત્વપૂર્ણ વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમ પણ યોજાયો હતો, જે વિદ્યાર્થીઓને સહાય મેળવવા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. ટ્રસ્ટી રણછોડભાઈ રાઠોડ, ડૉ. રોહન ચરીવાળા અને અરવિંદભાઈ માહ્યાવંશીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યા હતા, જેમાં તેમણે શિક્ષણના મહત્વ અને સમાજ સેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી બોલતા, ઈશ્વરભાઈ પરમારે એક ગહન સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જે સાચા અર્થમાં સક્ષમ છે તે સમાજને મદદરૂપ થઈ શકતા નથી. તેમણે આગળ આવવાની જરૂર છે. જેને ભણતરમાં તકલીફ ન પડી હોય એ બીજાની પીડા ન સમજી શકે.” આ શબ્દોએ ઉપસ્થિત સૌને સમાજના નબળા વર્ગ પ્રત્યે સંવેદનશીલ બનવા અને મદદરૂપ થવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતિષ કોલાવાલા દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થયો હતો. આ પહેલ માહ્યાવંશી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ થશે…સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ બારડોલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *