નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કર્યું
સુરતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યુ
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રને લઈ વિવિધ જોગવાઈઓ સાથેના રજુ કરાયેલા બજેટને સુરતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યુ હતું અને બજેટને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે રજુ કરેલા બજેટને સુરતમાં નાનપુરા ખાતે આવેલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યુ હતું. અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રિય નાણામંત્રી દ્વારા રજુ કરાયેલા બજેટ પર ચર્ચા કરાયા બાદ પોતાની પ્રતિક્રિયા પણ અપાઈ હતી.
