માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે અમિષાબેન રાઠોડની વરણી

Featured Video Play Icon
Spread the love

માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે અમિષાબેન રાઠોડની વરણી
પ્રવીણસિંહ અટોદરિયા ઉપપ્રમુખ તરીકે નીમાયા
નવી બોડીની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ હોદ્દેદારો જાહેર
ભાજપના મેન્ડેટ આધારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ

માંડવી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ જેમાં પાલિકા પ્રમુખ તરીકે અમિષાબેન રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોદરિયા નીમાયા.

માંડવી નગરપાલિકાને સામાન્ય ચૂંટણી બાદ આજે પાલિકાના સભાખંડમાં નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ગાઇડલાઇન અનુસાર સુરત જિલ્લાના મહામંત્રી અને ઝોન પ્રભારી જગદીશભાઈ પારેખ મેન્ડેટ લઈને આવ્યા હતા. અને આ મેન્ડેટ તેમણે વાંચી સંભળાવી વિવિધ હોદ્દેદારોના નામોની જાહેરાત કરી હતી જેમાં પ્રમુખ તરીકે અમિષાબેન રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોરીયા, કારોબારી અધ્યક્ષ તરીકે સુનિલભાઈ રબારી, શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ ચૌધરી, તેમજ દંડક પિનાલીબેન ઉપાધ્યાયના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સંસદ શ્રી પ્રભુભાઈ વસાવામાંડવી, સુરત જિલ્લા મહામંત્રી અંકુરભાઈ દેસાઈ,રોહિતભાઈ પટેલ, માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સુરમાંજી, માંડવી નગર ભાજપ પ્રમુખપ્રિતેશ ભાઈ રાવળ તથા પાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમણે પ્રમુખ ઉપપ્રમુખ તથા વિવિધ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. નગરપાલિકા હોલમાં મામલતદાર માંગરોળ હિતેશભાઈ વી ચાવડાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અમિષાબેન રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોરીયા ની નિમણૂક કરવામાં.. આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *