ડ્રગ્સ માફીયા શિવા ઝાલાની જેલ મુક્તિ બાદ ફિલ્મી તમાસો

Featured Video Play Icon
Spread the love

ડ્રગ્સ માફીયા શિવા ઝાલાની જેલ મુક્તિ બાદ ફિલ્મી તમાસો
સુરત એસઓજીએ પકડી પાડેલા ડ્રગ્સ માફીયા શિવા ઝાલા
ડોન એટલે ડોન જેવા કેપ્શન સાથે પોસ્ટ કરતા વિવાદ

સુરત એસઓજીએ પકડી પાડેલા ડ્રગ્સ માફીયા શિવા ઝાલાની જેલ મુક્તિ બાદ બહાર આવતા ફિલ્મી તમાસો કર્યો હતો અને ગેંગસ્ટર સોંગ પર રિલ્સ બનાવી સોશીયલ મીડિયામાં મુકી જાણે પોલીસને સીધી ચેલેન્જ આપી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

સુરતના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની જેલમુક્તિ પર ફિલ્મી તમાશો જોવા મળ્યો હતો. ફટાકડા ફોડી લક્ઝરી કારમાં ગેંગસ્ટર સોંગ સાથે સોશીયલ મીડિયા પર વીડિયો મૂક્યો હતો અને ડોન એટલે ડોનનું કેપ્શન માર્યું હતુ. કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા પાંચ મહિનાની જેલની સજા કાપીને બહાર આવ્યો હોય ઈન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કરીને શિવા ઝાલાએ સુરત પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હોવાની ચર્ચા જોવા મળી હતી. તો ગળામાં મોટી સોનાની ચેઈન, સાગરીતોના ખભા પર સવારી અને ડોન એટલે ડોન જેવા કેપ્શન સાથે પોસ્ટ કરતા હાલ તો સુરત પોલીસ હવે આ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે કેવા પગલા લેશે તે જોવુ રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *