સુરતમાં વાહનચાલકો બેફામ
બેકાબૂ બનેલી રિક્ષાએ માતા-પુત્રી સહિત ચારને અડફેટે લીધા
બાળકીને ઈજા થતા સારવાર માટે ખસેડાઈ
સુરતના ગોડાદરા વિસ્તારનો બનાવ
સુરતમાં બેફામ રીતે વાહનો હંકારનારાઓ વારંવાર અકસ્માતો સર્જે છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં રિક્ષા ચાલકે ત્રણ બાળાઓને અડફેટે લીધી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ લાગે છે. ત્યારે બેફામ રીક્ષા ચલાવતા ઈસમે ત્રણ બાળકીને અડફેટે લીધી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં ઘર પાસે રમતી બાળાઓને રીક્ષા ચાલકે અડફેટે લેતા ત્રણેયને હોસ્પિટલે ખસેડાઈ હતી તો રિક્ષા ચાલકે સર્જેલો અકસ્માત સીસીટીવીમાં પણ કેદ થયો હોય જેના આધારે ગોડાદરા પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે.
