સુરતમાં હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા પુસ્તિકાઓનું વિતરણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41 માં જન્મદિનની ઉજવણી
41 હજાર પુસ્તકો અને સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ
સુરતમાં હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41 માં જન્મદિનની ઉજવણીને લઈ 41 હજાર પુસ્તકો અને સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરાશે.
8 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનને લઈ સુરતમાં અનેક કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરાયુ છે. સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ અંતર્ગત 41 હજાર જેટલા પુસ્તકોનું વિતરણ કરાશે. તો સાથે સાથે આજના સમયમાં વધી રહેલા સાથબર ગુનાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી 41 હજાર માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરાશે.
આ પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, ડિજિટલ સુરક્ષા અંગેની માહિતી તથા સાવચેતીના મહત્વપૂર્ણ સૂચનો સમાવિષ્ટ હશે. જેથી સામાન્ય નાગરિકો સાથબર ગુનાઓથી પોતાને સુરક્ષિત રાખી શકે. ફાઉન્ડેશન દ્વારા જણાવાયુ હતુ કે આ પુસ્તક વિતરણ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવાની એક અભિયાનરૂપ પહેલ છે. શિક્ષણ દ્વારા માનસિક વિકાસ અને જાગૃતિ દ્વારા સુરક્ષા – આ બંને બાબતોને એક સાથે જોડતો આ પ્રયાસ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો છે.
