પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા-વિચારણા કરી
સચિવશ્રી કે. કે. નિરાલાએ દાભડા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવશ્રી કે. કે. નિરાલાએ મુલાકાત લીધી
આવકમાં આવેલ બદલાવ વિશે જાણકારી મેળવી ખેડૂત બહેનોના પ્રતિભાવ જાણ્યા હતા
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવશ્રી કે. કે. નિરાલાએ દાભડા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામ ખાતે આવેલ મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેઓએ પ્રાકૃતિક પ્લાન્ટ નર્સરી અને બિયારણ વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તેમજ લાયઝન અધિકારીશ્રી પ્રથિક દવે એ સચિવશ્રીએ દાહોદ જિલ્લાના ખેડૂતો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, બહેનો દ્વારા ચાલવામાં આવતા મસાલા ઉદ્યોગ તેમજ મોડેલ ફાર્મ વિશે જાણકારી આપી હતી. આ દરમ્યાન સચિવશ્રી કે. કે. નિરાલા એ પ્રાકૃતિક ખેતી કરતી પ્રગતિશીલ ખેડત બહેનો સાથે રૂબરૂ સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી ખેતી, જમીન તેમજ આવકમાં આવેલ બદલાવ વિશે જાણકારી મેળવી ખેડૂત બહેનોના પ્રતિભાવ જાણ્યા હતા…
