ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકાર બોર્ડની માંગ
રત્નકલાકારોને કારમી મંદીના માહોલમાં પડી રહેલી સમસ્યા
કેન્દ્રીય બજેટમા રત્નકલાકારો માટે આર્થિક જોગવાઈ કરવાની માંગ
સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી બજેટમાં રત્નકલાકાર બોર્ડ માટે રજુઆત કરાઈ હતી અને રત્નકલાકારોને કારમી મંદીના માહોલમાં પડી રહેલી સમસ્યાઓ અંગે રજુઆત કરાઈ હતી.
હીરાઉદ્યોગ મા છેલ્લા ઘણા સમય થી મંદી છે અને યુક્રેન રશિયા યુદ્ધ અને ત્યારબાદ અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે રિયલ ડાયમંડ નો ધંધો બંધ સમાન થઈ ગયો છે જે રોજગારી મળી રહી છે એ હાલ લેબગ્રોન ડાયમંડના કારણે ચાલી રહી છે તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના અનેક કારણોસર ભાવો સતત ઘટી રહ્યા છે જેના કારણે રત્નકલાકારોને ઓછા ભાવ અને પગારમાં કામ કરાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના આવનાર બજેટમાં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામા આવે તથા બજેટમા રત્નકલાકારો માટે આર્થિક જોગવાઈ કરવામાં આવે અને ટેકસટાઈલ પોલિસીની જેમ હીરાઉધોગ માટે પોલિસી બનાવવામા આવે એવી માંગણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને શ્રમ રોજગાર મંત્રી સમક્ષ કરવામા આવી છે.
