દેવચકલી લીલા ઝાડ પર બેસતા આવતું વર્ષ સારુ રહેશે નો વરતારો
14 મી જાન્યુઆરી ઉત્તરાયણના નિમિત્તે વરતારો
ઝરડા ગ્રામ પંચાયતમા સરપંચ પરેશ મેણાત દ્વારા કરવામાં આવ્યો
દેવચકલી લીલા ઝાડ પર બેસતા આવતું વર્ષ સારુ રહેશે નો વરતારો આજે તા 14 મી જાન્યુઆરી ઉત્તરાયણના નિમિત્તે ઝરડા ગ્રામ પંચાયતમા સરપંચ પરેશભાઈ મેણાત દ્વારા કરવામાં આવેલ છે
આદીવાસી સંસ્કૃતિ મુજબ ઉત્તરાયણના દિવસે ગામના યુવાનો દ્વારા દેવચકલીને પકડવામાં આવે છે. ત્યાર બાદ ગામના મુખી, સરપંચ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ ના ઘરે જઈ દેવચકલીને ઘી, ગોળ અને તલ ખવડાવીને તેમના હાથે ઉડાડવામાં આવે છે. ઉડાડેલ દેવચકલી જો લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારુ રહેવાનો અને વરસાદ સારો થશેનો વરતારો કરવામાં આવે છે અને સૂકું ઝાડ કે પથ્થર પર બેસે તો વર્ષ સારુ નહી એટલે વરસાદ ઓછો થશે અને દુષ્કાળ રહેશે તેવું અનુમાન કરવામાં આવતું હોય છે. આ વખતે ઝરડા પંચાયતના સરપંચ પરેશભાઈ અશ્વિનભાઇ મેણાત દ્વારા દેવચકલી ઉડાડતા લીલા ઝાડ પર બેસેલ જેથી ગામ વડીલો ના મંતવ્ય મુજબ વર્ષ સારુ રહેશે તેવું નક્કી કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે સરપંચ ની સાથે સભ્ય જીવાભાઈ કટારા. સામાજિક કાર્યકર બચુભાઈ તબિયાડ ગામ આગેવાન કાંતિભાઈ કાળાભાઇ કટારા મણિલાલ મેણાત,મનુરભાઈ મેણાત જ્યંતિભાઈ મેણાત ભેમાભાઈ મેણાત, હાંજાભાઈ મેણાત,બાબુભાઇ મેણાત ઈશ્વરભાઈ ડામોર. કનુભાઈ મેણાત રાજુભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ નરસિંહભાઇ વગેરે જેવા મૉટી સંખ્યામાં હાજર રહી આ પ્રસંગની ઉજવણી કરી હતી.
