સુરત : ચાઈલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટના આરોપીઓને ફાંસી આપવાની માંગ
લિંબાયત વિસ્તારના રહીશોએ રેલી કાઢી પીઆઈને આવેદન
લિંબાયત પોલીસ મથકમાં દાખલ થયેલા ચાઈલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટની ફરિયાદમાં આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે મીઠીખાડી લિંબાયત વિસ્તારના રહીશોએ રેલી કાઢી પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.
સુરતના લિંબાયત પોલીસ મથકે રેલી આકારે મીઠીખાડી લિંબાયત વિસ્તારના લોકો પહોંચ્યા હતા અને જણાવ્યુ હતું કે હાલમાં 25મી સપ્ટેમ્બરના રોજ લિંબાયત પોલીસ મથકમાં ચાઈલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ, અપહરણ, પોક્સો અને બળાત્કારની કલમો સાથે ફરિયાદ દાખલ થઈ છે જેને લઈ સ્થાનિકોની એવી માંગ છે કે આ ચાઈલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ ચલાવનારાઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે સુરતના લિંબાયત પી.આઈ.ને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
