સુરતના વેડરોડ પર સરસ્વતી પુજાના નામે સ્ટેજ પર ડાન્સરો

Featured Video Play Icon
Spread the love

સુરતના વેડરોડ પર સરસ્વતી પુજાના નામે સ્ટેજ પર ડાન્સરો
ઠુમકા લગાવાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો
આયોજક દ્વારા ખુલાસો કરાયો

સુરતના વેડરોડ પર સરસ્વતી પુજાના નામે સ્ટેજ પર ડાન્સરોને બોલાવી ઠુમકા લગાવાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તો આ બાબતે આયોજક દ્વારા ખુલાસો કરાયો હતો.

સુરતમાં ધાર્મિક કાર્યક્રમને બદનામ કરવાનો વિડીયો સામે આવ્યો છે. સુરતના વેડરોડ પર આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળદ્વારા સરસ્વતી પુજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સટેજ પણ બનાવાયુ હતું. જો કે સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજાયેલા આ કાર્યક્રમમાં ડાન્સરોને બોલાવી સ્ટેજ પરઠુમકા લગાવાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. માતા સરસ્વતી વિદ્યાના દેવી છે અને એમના જ નામે કાર્યક્રમમાં ઠુંમકા લગાવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો કાર્યક્રમ અરુણ કુશવાહા નામના આયોજક દ્વારા આ ડાન્સરોને બોલાવવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે. તો બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ આયોજકે ખુલાસો કર્યો હતો અને જણાવ્યુ હતુ કે વસંત પંચમીને લઈ કાર્યક્રમ કરાયુ હતું. સ્થાનિક કોર્પોરેટર અને મહેમાનો ઉપસ્થિત હતી. અને કોઈની લાગણી દુભાઈ હોય તેવુ કોઈ કાર્ય કરાયુ નથી. છતા જો કાંઈ ખોટુ થયુ હોય તે બદલ શ્રમા યાચના માંગીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *