સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ક્રોઝવે બંધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ક્રોઝવે બંધ
ઉપરવાસમાંથી વધેલા પાણીના પ્રવાહને કારણે જળસ્તર વધ્યું
કોઝવે પર પાણીની સપાટી 5.95 ફૂટ સુધી પહોંચી

સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી વધેલા પાણીના પ્રવાહને કારણે તાપી નદીમાં જળસ્તર સતત વધતા રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે ઓવરફ્લો થતાં સુરક્ષાના ભાગરૂપે તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સુરત શહેરમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધી ગયો છે. તેના પરિણામે રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવે પર પાણીની સપાટી 5.95 ફૂટ સુધી પહોંચતાં સુરક્ષા કારણોસર તંત્રએ રાહદારીઓ અને તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ અને મનપાની ટીમો સ્થળ પર તૈનાત રહી લોકોને કોઝવે તરફ ન જવા સૂચના આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *