અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ.
પોલીસ કમિશનર જી. એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ.
નવરાત્રિ અને દિવાળીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા.
અમદાવાદ શહેરમાં ગુનાખોરી નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકની અધ્યક્ષતામાં છઠ્ઠી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી અને જેસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદ શહેરમાં ગુનાખોરી નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકની અધ્યક્ષતામાં છઠ્ઠી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી અને જેસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ શહેરના ગુનાખોરીના આંકડાઓની સમીક્ષા કરવાનો હતો. ખાસ કરીને ક્રાઈમ રેટ, સાયબર ક્રાઈમ અને ટ્રાફિકની સમસ્યાને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. છેલ્લા ત્રણ વર્ષના ગુનાઓના આંકડાઓની સરખામણી કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં આવનારા તહેવારો, ખાસ કરીને નવરાત્રી અને દિવાળી, દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પર પણ ચર્ચા થઈ હતી. નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવશે અને શી-ટીમ પણ ત્યાં હાજર રહેશે. આ સાથે, સીસીટીવીથી મોનીટરીંગ કરવામાં આવશે જેથી લોકો કાયદાના દાયરામાં રહીને તહેવારની ઉજવણી કરી શકે. આ કોન્ફરન્સ દ્વારા પોલીસ કમિશનરે શાંતિપૂર્ણ અને સુરક્ષિત શહેર માટે પોલીસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોલીસ કમિશનરે લોકભાગીદારી અને શહેર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પર ભાર મૂક્યો હતો. શરૂઆતમાં 23,917 ખાનગી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળી રહે તે અંગે ચર્ચા થઈ. હાલમાં, 3737 સીસીટીવી કેમેરાની ફીડ પોલીસ સ્ટેશનમાં અને 3061 કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં આવી રહી છે. શહેરમાં કુલ 27,000 જેટલા સીસીટીવી કેમેરા લાગી ચૂક્યા છે, જેના કારણે ક્રાઈમ ડિટેક્ટ કરવામાં સરળતા રહે છે. ઓઢવમાં થયેલી બિલ્ડરની હત્યાનો ભેદ પણ ખાનગી સીસીટીવી કેમેરાના આધારે ઉકેલાયો હતો, જેમાં કેમેરામાં દેખાતી બાઈકના નંબર પરથી આરોપીઓને સિરોહીથી પકડવામાં આવ્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
