અમદાવાદમાં મનપા ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ.
શહેરના 7 સ્થળો પર દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ
કાર્યકરો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડલ સર્કિટ હાઉસ ખાતે મિટિંગમાં પક્ષના આગેવાનો, કાર્યકરો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના આગેવાનો રાજેશભાઈ ગોહિલ અને ચેતનભાઈ ખાચર સહિત પક્ષના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. તેઓએ બેઠક દરમિયાન સ્થાનિક કાર્યકરો સાથે ચર્ચા કરી અને આવનારી ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સેન્સ પ્રક્રિયામાં વિવિધ સમાજના પ્રતિનિધિઓ, ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. હાજર રહેલા લોકોએ કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા માટે એકતા અને સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે લોકો સાથે સતત સંપર્કમાં રહેનારા અને જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપનાર ઉમેદવારને પક્ષ તરફથી તક આપવી જોઈએ. પક્ષના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા લોકશાહી પદ્ધતિને મહત્વ આપે છે અને કાર્યકરો તથા જનતાના અભિપ્રાયો આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. સેન્સ પ્રક્રિયા પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે પાર્ટીને મજબૂત બનાવવા માટેના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પક્ષના કાર્યકરો તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેટલાક કાર્યકરોએ સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પીવાના પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
