વલસાડ DGVCL કચેરી સામે કોંગ્રેસનો વિરોધ.

Featured Video Play Icon
Spread the love

વલસાડ DGVCL કચેરી સામે કોંગ્રેસનો વિરોધ.
કોંગ્રેસી MLA અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કરાયો
એફઆરટીના કર્મચારીઓના હક અને પગાર મુદ્દે વિરોધ કરાયો

વલસાડમાં વાંસદા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડની ડીજીવીસીએલ કચેરી સામે આંદોલન યોજાયું. આંદોલનનું કેન્દ્રબિંદુ એફઆરટીના કર્મચારીઓના હક અને પગારનો મુદ્દો હતો.

વલસાડની ડીજીવીસીએલમાં થાંભલા પર ચડીને જોખમી કામગીરી કરતા એફઆરટી કર્મચારીઓને 16,000 રૂપિયાના વચન સામે માત્ર 12,000 રૂપિયા પગાર અપાય છે. વધુમાં, જોખમી કામગીરી દરમિયાન પૂરતાં સુરક્ષા સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી. આઉટ સોર્સિંગથી નિમાયેલા આ કર્મચારીઓએ અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ પ્રશાસન તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતાં આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને કર્મચારીઓએ ધરણાં યોજ્યા. ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી છે કે જો કર્મચારીઓની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વીજ કર્મચારીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી સામે ઉગ્ર આંદોલન કરાશે.

આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો હતો. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જો આ મુદ્દાનો ઝડપી ઉકેલ નહીં આવે તો વીજ વ્યવસ્થાને અસર થવાની સંભાવના છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *