કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો આપમાં જોડાયા

Featured Video Play Icon
Spread the love

કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરો આપમાં જોડાયા
ફિરોજ મલેક, રશમી સોલંકી, યુસુફ બડે સહિત અનેક આગેવાનો જોડાયા
કલ્પેશ બારોટ, સલીમ ઘડીયાળી, કિરીટ વાઘેલા

કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે રાજીનામુ આપનાર અનેક હોદ્દેદારો અને કાર્યકરો આપમાં જોડાયા શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.

સુરત કોંગ્રેસમાં પ્રમુખ વિપુલ ઉધનાવાલાને લઈ ભંગાણ સર્જાયુ હોવાના આક્ષેપો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપનારાઓ દ્વારા કરાઈ રહ્યા છે. ત્યારે સુરત કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં કોંગ્રેસના માજી પ્રદેશ મહામંત્રી ફિરોજ મલેક, કોંગ્રેસના વર્ષો જુના નેતા કલ્પેશ બારોટ, સલીમ ઘડીયાળી, કિરીટ વાઘેલા, રશમી સોલંકી, યુસુફ બડે સહિત અનેક આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ આમ આદમી પાર્ટનો ખેસ ધારણ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *