સુરતમાં ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કમિશનર
પોલીસ કમિશ્નર વાબાંગ જામીર જાતે જ મેદાનમાં ઉતર્યા
મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
સુરતમાં ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જાણવા સુરત પોલીસ કમિશ્નર વાબાંગ જામીર જાતે જ મેદાનમાં ઉતર્યા હતાં અને પાંડેસરા વિસ્તારમાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગધાનગર અને નાગસેનનગરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેરના પોલીસ કમિશ્નર વાબાંગ જામીરે સ્થળ મુલાકાત લીધી હતી. અને પોલીસ કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી, રાહત અને બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને સ્થાનિક પોલીસને લોકોને ઝડપથી મદદ પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ તંત્ર સતત મેદાનમાં રહીને લોકોને સુરક્ષિત રાખવા કામગીરી કરી રહ્યું છે.
