સોમનાથનો પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમાનો 5 દિવસીય મેળોના પ્રારંભ
જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયાએ રિબન કાપી શુભારંભ કર્યો
વર્ષ 1955 થી શરૂ થયેલ આ કાર્તિકી પૂર્ણિમા મેળાની ભવ્ય પરંપરા
તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો ગતરોજ તારીખ 27 નવેમ્બરના ભવ્ય પ્રારંભ થયો છે. ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું હોવા છતાં, મેળાના પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની જંગી મેદની ઉમટી પડી હતી, જેણે આ મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે.
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો વર્ષ 1955 થી શરૂ થયેલ આ કાર્તિકી પૂર્ણિમા મેળાની ભવ્ય પરંપરા આજે પણ એટલા જ ભવ્યરૂપે ઝળહળતી દેખાઈ રહી છે. આ મેળામાં શ્રદ્ધાળુઓ અને દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે: જુનાગઢ રેન્જના આઈ.જી.પી નિલેશર ઝાઝડિયાના શુભહસ્તે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નાના બાળકો માટે સલામત અને રોમાંચક રાઇડ્સ તેમજ મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું.
સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના લયબદ્ધ સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે લોકગીતો, ભજનો અને ભક્તિગીતોની રમઝટ બોલાવી હતી.દૂર-દૂરથી આવેલા ભક્તોની સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યૂબ ચેનલ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવાનો લાભ લીધો હતો. પ્રથમ દિવસની આ જોરદાર સફળતા બાદ, આ પાંચ દિવસીય મેળા દરમિયાન 10 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધારે તેવો અંદાજ છે. મુલાકાતીઓની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સ્થાનિક નગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
