સુરતમાં ઉદ્યોગપતિના પૌત્રના પ્રિ વેડિંગ સલિબ્રેશનમાં સીએમ યોગી
યુપી સીએમ યોગી સુરત આવતા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
સીએમ યોગીએ હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા
સુરતમાં ઉદ્યોગપતિના પૌત્રના પ્રિ વેડિંગ સલિબ્રેશનમાં ભાગ લેવા યુપી સીએમ યોગી સુરત આવતા તેમનુ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયુ હતું.
ડાયમંડ સિટી સુરતમાં આજે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળ્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ એક ખાનગી સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ખાસ સુરત આવી પહોંચ્યા હતા. શહેરના જાણીતા ઉદ્યોગપતિ સાવરમલ બુધિયાના પૌત્રના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં તેમણે હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતાં. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ત્યાંથી સીધા જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા. તો એરપોર્ટ પર સુરત ભાજપ પ્રમુખ તથા ધારાસભ્યો દ્વારા તેઓનુ સ્વાગત કરાયુ હતું. સુરક્ષાના કારણોસર એરપોર્ટથી લઈને પાર્લે પોઈન્ટ સુધીના માર્ગ પર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
