સુરતના કાપોદ્રામાં ₹500ની લેતી-દેતીમાં કારીગરોનાં બે જૂથ વચ્ચે મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપોદ્રામાં ₹500ની લેતી-દેતીમાં કારીગરોનાં બે જૂથ વચ્ચે મારામારી
રવિવારની રજાના વિવાદની અફવાથી એમ્બ્રોઇડરી કારખાનાં બંધ
કાપોદ્રામાં મારામારીની ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે કાપોદ્રામાં 500ની લેતી-દેતીમાં કારીગરોનાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જો કે રવિવારની રજાના વિવાદની અફવાથી એમ્બ્રોઇડરી કારખાનાં બંધ થઈ ગયા હતા બનાવની ગંભીરતાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારીગરોનાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. માત્ર 500 રૂપિયાની લેતી-દેતી મામલે થયેલી આ મારામારી બાદ રવિવારની રજાના વિવાદને લઈને કારખાનાં બંધ કરાવવામાં આવી રહ્યાં હોવાની અફવા ફેલાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અફવાની અસર એવી થઈ કે અનેક એમ્બ્રોઇડરી કારખાનાં બંધ થઈ ગયાં અને ખાતાધારકો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મામલો ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચતાં તેઓ પણ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. જોકે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે મારામારીની ઘટનાને શ્રમિક આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *