સૂરત જિલ્લામાં અરેઠ માલધા ફાટા ભગવાન બિરસા મુંડાજીનો રથ
150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ
તા 11 નવેમ્બરના રોજ માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ’ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો, તા 12 ના રોજ અરેઠ ભગવાન બિરસા મુંડાના રથ સાથે પહોંચ્યા ત્યારે ધારાસભ્ય હળપતિએ જાહેર સભા સંબોધી
સૂરત જિલ્લામાં અરેઠ માલધા ફાટા ભગવાન બિરસા મુંડાજીનો રથ આવી પહોંચતા ઉમરકાભેર સ્વાગત કરી માંડવી ધોબણી નાકા ખાતે ભગવાનબિરસા મુંડાજીની પ્રતિમાને કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા ધારાસભ્ય કુંવરજીઈ હળપતિ તથા પ્રદેશ તથા જિલ્લાના હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યાંથી રોક સ્ટાર બેન્ડવાજાના સથવારે આદિવાસી વેશભૂષા ધજી સજીને રેલી સ્વરૂપે સુપડી વિસ્તાર ખાતે આવી પહોંચ્યા હતા, ત્યાં માંડવી ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર સુનિલજી કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી નરેશ પટેલે ભગવાન બિરસા મુંડાના જન્મથી એમણે આપણા દેશ માટે શહીદી વોહરી જેની વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રોફેસર વસંતભાઈ ગામિતે આપની સંસ્કૃતિ અને આપણી આદિવાસી ભાષા જાળવી રાખવા જણાવ્યું હતું તેમજ કુવરજીભાઈ હળપતિએ ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી નિમિત્તે તેમની યાદો તાજો તાજી કરી તેમના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ એ સંદેશો ઘરે ઘર સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ અવસરે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પ્રાંત અધિકારી કૌશિક જાદવ, મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી, ટી.ડી.ઓ રવીન્દ્રસિંહ સોલંકી, પ્રદેશ/જિલ્લા કક્ષાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
