કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડ

Featured Video Play Icon
Spread the love

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડ
10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ
દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરાઈ છે. 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે.

આજે દિલ્લી ખાતે રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં સુરતને સ્વચ્છતામાં બીજો નંબર મળ્યો છે.  સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટ માં સુરત શહેર અગ્રેસર રહ્યુ હોય સતત બીજી વખત સુરત પ્રથમ ક્રમે દેશમાં આવ્યો છે. અને દેશના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. શહેરના મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. સુરત શહેર  ખાતે શહેરના સફાઈ કમર્ચારીઓ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. સુરતને એવોર્ડ મળતા સુરતમાં ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *