ભાવનગરના આંબાચોકમાં 31 વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી
માં અંબિકા મિત્ર મંડળ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ યોજાયો
કોઈપણ ભેદભાવ વિના લોકો ધર્મકાર્યમાં જોડાયા
જન્માષ્ટમીની ઉજવણીમાં જોવા મળ્યો કોમી એકતાનો અનોખો સંદેશ
ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં છેલ્લા 31 વર્ષથી માં અંબિકા મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે આ પર્વની ઉજવણી અંતર્ગત લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ધર્મ કાર્યમાં જોડાય છે અને કોમી એકતાના માહોલ સાથે આધ્યાત્મિકતાના અનોખા દર્શન કરાવે છે.
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તમામ ગામડાઓમાં જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના આંબા ચોક વિસ્તારમાં આવેલ માળીના ટેકરા સ્થિત મા અંબિકા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 31 વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે આ પર્વની ઉજવણી અંતર્ગત માત્ર હિન્દુ સમુદાય જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો પણ ઉત્સાહભેર જોડાય છે નાના બાળકોને કાનુડાની વેશભૂષા દ્વારા તૈયાર કરવામાં આવે છે અને શોભાયાત્રા સાથે મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવે છે આ વર્ષે પણ પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સ્થાનિક લોકો તથા લઘુમતી સમુદાયનો સહયોગ પણ મોટા પ્રમાણમાં સાંપડ્યો હતો અનેક નાના નાના બાળકોને આબેહૂબ કાનુડા માફક તૈયાર કરવામાં આવ્યા હતા અને શોભાયાત્રા સાથે મોટી માત્રામાં મટકી ફોડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મા અંબિકા મિત્ર મંડળ ગ્રુપના સભ્યો તથા સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
