વડોદરામાં ઉતરાયણ દરમિયાન અલગ અલગ જગ્યાએ અકસ્માતના કેસ

Featured Video Play Icon
Spread the love

વડોદરામાં ઉતરાયણ દરમિયાન અલગ અલગ જગ્યાએ અકસ્માતના કેસ
અકસ્માતમાં ઇજા પામેલા 153 ઇજાગ્રસ્તને સારવાર અર્થે લવાયા
હાલ શહેરની સયાજી હોસ્પિટલ ઈજાગ્રસ્તોથી ઉભરાઈ

વડોદરામાં ઉત્તરાયણનો પર્વ અનેક પરિવારો માટે માતમમાં ફેરવાયો છે. પતંગબાજીના ઉત્સાહ વચ્ચે શહેર અને જિલ્લામાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે દોરીથી ગળા કપાવા અને મારામારી જેવા બનાવોમાં 25થી વધુ લોકો લોહીલુહાણ થયા છે. હાલ શહેરની સયાજી હોસ્પિટલ ઈજાગ્રસ્તોથી ઉભરાઈ રહી છે

વડોદરામાં ઉતરાયણ દરમિયાન શહેરમાં અલગ અલગ જગ્યાએ બન્યા અકસ્માતના કેસ સામે આવ્યા છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા રોડ પર પતંગ પકડવાની લ્હાયમાં એક યુવક કાળનો કોળિયો બન્યો છે. 33 વર્ષીય શંકર રાઠવા નામનો યુવક કપાયેલી પતંગ પાછળ દોડી રહ્યો હતો, ત્યારે અચાનક હાઈવોલ્ટેજ વીજ લાઈનના સંપર્કમાં આવી જતાં તેને ગંભીર કરંટ લાગ્યો હતો. ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ, કરજણ પાસે માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 10 વર્ષીય બાળક હિમાંશુ કશ્યપ રસ્તા પર પતંગ પકડવા માટે દોડી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને કારણે માસૂમ હિમાંશુએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માત્ર મૃત્યુ જ નહીં, પરંતુ ઈજાઓના આંકડા પણ ચિંતાજનક છે. પતંગની કાચ પાયેલી દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 25 થી વધુ લોકોના ગળા અને ચહેરા પર દોરી વાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી છે. ટુ-વ્હીલર પર જતા વાહનચાલકો સૌથી વધુ ભોગ બન્યા છે. SSG હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સવારથી જ ઈજાગ્રસ્તોની અવરજવર ચાલુ રહી હતી, જેના કારણે તબીબી સ્ટાફ પર પણ ભારણ વધ્યું છે.

ઉત્તરાયણના આ પર્વમાં માત્ર અકસ્માતો જ નહીં, પરંતુ અંદરોઅંદરના ઝઘડાઓએ પણ મજા બગાડી છે. પતંગ કાપવા કે ધાબા પર ચઢવા જેવી બાબતોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં મારામારીના આશરે 10 જેટલા બનાવો નોંધાયા છે. આમ, વડોદરામાં આ વર્ષની ઉત્તરાયણ સલામતીના અભાવે લોહીયાળ સાબિત થઈ છે. તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં પતંગ પકડવા માટે રસ્તા પર દોડવું અને ચાઈનીઝ દોરીનો વપરાશ જીવલેણ સાબિત થઈ રહ્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *