બારડોલીમાં તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો
96 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું
મુખ્ય મહેમાન તરીકે નાયબ પોલીસ અધિક્ષક હાજર રહ્યા
બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં રાજપૂત સમાજ ના 96 જેટલા તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ ઓ નું આયોજન કરાય છે. જે પેકી શિક્ષણિક વર્ષ 2024 – 25 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ માં પીએચડી , એમ ડી , એમ બી બી એસ થી લઈ એસ એસ સી સુધી ના 96 જેટલા તેજસ્વી તારલાઓ નું મોમેન્ટો , સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલી ડિવિઝન ના નાયબ પોલીસ અધિક્ષક એચ એલ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓ ને આવનાર દિવસો માં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી સેવા માં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.
બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમ માં વિવિધ વિભાગ માં પી એચ ડી થયેલ તારલાઓ ને મંચ ઉપર સ્થાન અપાયું હતું. કારણ કે 96 વિદ્યાર્થીઓ ને સન્માનિત કરાયાં જેમાં દીકરીઓ ની સંખ્યા વધુ રશી હટીમ જે રાજપૂત સમાજ માં દીકરાઓ સાથે દીકરીઓ પણ શિક્ષિત કરવા તરફ જાગૃતિ રૂપ સંદેશો જોવા મળ્યો હતી. કાર્યક્રમ માં પીએચડી હોલ્ડર ડો. પ્રિયંકાબેન સોલંકી દ્વારા સન્માનિત વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતાં. સાંભળીએ.
બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલા કાર્યક્રમ બારડોલી ડીવાયએસપી એચ એલ રાઠોડ , તેમજ રંગાનુરાગ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ગિરિરાજસિંહ વાંસિયા ની અધ્યક્ષતા માં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ માં અપાયેલ સ્મૃતિ ભેટ પણ રંગાનુરાગ ટ્રસ્ટ સચિન ના સૌજન્ય થી આપવામાં આવી હતી. સમાજ માં દીકરાઓ સાથે દીકરીઓ ને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજ નું નામ રોશન કરવા અપીલ કરી હતી…
