સુરત : કતારગામમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી,

Featured Video Play Icon
Spread the love

સુરત : કતારગામમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી,
ફાયર વિભાગે ત્રણ લોકોનું રેસ્ક્યૂ કર્યું
ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ધ ડોટબોલ નામના બોક્સ ક્રિકેટનું આખુ સ્ટ્રક્ચર ભારે પવનને લઈ ધરાશાઈ થયુ હતુ જેને લઈ અંદર ક્રિકેટ રમતા બે થી ત્રણ લોકો ફસાતા તેઓનું રેસ્ક્યુ કરાયુ હતું.

આજે રવિવાર હોવાથી સુરતીઓ મોટા પ્રમાણમાં મોજ મજા માણવા માટે નીકળી પડતા હોય છે ત્યારે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવાનો ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા જતા હોય છે. કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ આજે ધરાસાઈ થયો હતો. કિકેટ રમી રહેલા યુવાનો એ શેડને પકડી રાખીને ઉભા રહ્યા હતા. ફાયર વિભાગની આ અંગે જાણ થતા દોડી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી. વિશાળ અને ભારે ભરખમ શેડ પડવામાં બચી ગયેલા યુવાનોએ સ્ટેટસમાં બચી ગયા હોવાનું પણ લખ્યું હતું. તો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *