સુરતમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ
કડોદરા જીઆઈડીસીમાંથી ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા
ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં

સુરત એસઓજી પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના તાંતીથૈયાં ગામે આવેલ સોની પાર્ક ૧ અને સોની પાર્ક ૨ માં ડીગ્રી વગર અલગ અલગ જગ્યાએ દવાખાના ચલાવતા ૩ બોગસ ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે એસોજી પોલીસે જણાવ્યું હતું કે તારીખ 16 /4 /2025 ના રોજ એસઓજી પોલીસની ટીમ વર્કઆઉટમાંથી આ દરમિયાન બાતમીના આધારે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. કડોદરા જીઆઇડીસી પોલીસ મથકના તાતીથયા ગામમાં આવેલ સોની પાર્ક એક અને સોની પાર્ક બે માં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતાં ત્રણ બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે સૌરભ શ્યામલ બીશ્વાસ, મિલન માખુમલાલ બીશ્વાસ અને પ્રશાંનજીત શાંતા શીકદાર ને ઝડપી પાડ્યા છે પકડાયેલ આરોપી સૌરભ શ્યામલ બીએ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને પોતાના વતનમાં મેડિકલ સ્ટોરમાં નોકરી તેમજ જુદા જુદા ક્લિનિકમાં બે વર્ષ સુધી નોકરી કરી હતી જેના અનુભવના આધારે છેલ્લા છ મહિનાથી કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. જ્યારે મિલન ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે અને તે પણ અગાઉ અલગ અલગ ક્લિનિકોમાં બે વર્ષ સુધી નોકરી કરી ચૂક્યો છે અને તેના અનુભવના આધારે એક વર્ષથી આ બોગસ ક્લિનિક ચલાવતો હતો જ્યારે આરોપી પ્રસન્ન જીત ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને પોતાના વતન પશ્ચિમ બંગાળમાં અલગ અલગ હોસ્પિટલોમાં ત્રણ વર્ષ સુધી નોકરી કરી હતી અને તેના અનુભવના આધારે છેલ્લા ચાર વર્ષથી બોગસ ક્લિનિક ચલાવતો હતો હાલ એસઓજી પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *