રાજકોટમાં SIR ની કામગીરીને લઈ બીએલઓમાનસિક રીતે કંટાળ્યા
બીએલઓ અને સોસાયટીના પ્રમુખ વચ્ચે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ
બીએલઓ એ આપઘાત કરી લેવાની કરી વાત
રાજકોટમાં SIR ની કામગીરી વચ્ચે બીએલઓની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોવાનું સામે આવ્યું છે. પ્રમુખને ફોર્મ પરત આપવા મહિલા બીએલઓ આજીજી કરે છે.
SIRની કામગીરી વચ્ચે BLOની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોવાનું સામે આવ્યું છે. પ્રમુખને ફોર્મ પરત આપવા મહિલા BLO આજીજી કરે છે. ફોર્મ અપલોડ ન કરાય તો ધમકી આપતા હોવાનો દાવો છે. રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રખાતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. વાતચીતમાં મહિલા BLO રડતાં રડતાં આપઘાતની વાત કરે છે. પ્રમુખ શિક્ષિકાને આપઘાત ન કરવા સમજાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં SIR ફોર્મની કામગીરીમાં જોડાયેલા 06 BLOના ફરજ દરમિયાન મોત થયા છે, જેમાં મોટા ભાગે હાર્ટઅટેક તો કોઈએ અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. SIRની કામગીરીમાં BLOની ફરજ બજાવતા ગીર સોમનાથ કોડીનારના દેવળી ગામના શિક્ષક અરવિંદભાઈ વાઢેરે એક સુસાઈડ નોટ છોડી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સ્યુસાઈડ નોટમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે, મારાથી કોઈપણ કાળે હવે આ એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
